કોક દી ફુરસત મળે તો લે ખબર

કોક દી ફુરસત મળે તો લે ખબર
દીલ ઉપર વીતે છે શુ તારા વગર

પાનખરમા પણ બહાર આવી ગઇ
પ્રેમ ગીતોની અનોખી છે અસર

આખમાં તુજ યાદના આસુ ના હો
એક પણ વીતી નથી એવી પ્રહર

એજ છે રજની દીવાનો જોઇ લો
ગાય છે ગીતો ઉષાના દરબદર

- aatma

Post a Comment