શું છે ? - સુરેશ દલાલ

ધિક્કાર શું છે ?
પ્રેમશૂન્યતા.

પ્રેમ શું છે ?
હ્રદય રિકતતા.

હ્રદય શું છે ?
પ્રેમની સભરતા.

ચહેરો શું છે ?
ખભા પરની નિશાની.

આંખ શું છે ?
ઊંડા કૂવાનાં કોરાં પાણી.

સંબંધ શું છે ?
ઉઝરડા… ઉઝરડા…

યૌવન શું છે ?
વૃધ્દ્રાવસ્થાની પૂર્વ અવસ્થા.

આવતી કાલ શું છે ?
આજની પ્રતીક્ષા.

માણસ શું છે ?
ભૂખ અને ભિક્ષા.

જીવન શું છે ?
મરણ તરફની ગતિ.

પ્રશ્ર્નો શું છે ?
અનુત્તર ઉત્તરની સ્થિતિ.

- સુરેશ દલાલ

2 Comments

  1. Suresh Dalal..says But,one can say NO! « હાસ્ય દરબાર said,

    July 23, 2008 at 1:07 am

    [...] July 22, 2008 · No Comments શું છે ? - સુરેશ દલાલ [...]

  2. dhavalrajgeera said,

    July 23, 2008 at 1:12 am

    Hasyadarbar has put the same to day!

    http://www.yogaeast.com
    http://www.bpaindia.org

Post a Comment