તારી યાદ આવે છે

તારી યાદ આવે છે.
સ્કોર્લ કરું મારી જુની યાદો ને,
હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે.

એક એક મીનિટ તારી યાદ આવે છે,
સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે.

બેસુ છું કામ કરવા
મિનિમાઇસ કરું છું મારી બધી વિનડોને,
ડેસટોપ ની જેમ તું સામે આવે છે.

ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ ને
પન થોડી થોડી વારે એ રીસાઇકલ બિન માથી પાછી આવે છે.

શટડાઉન કરું છું મારી સીસ્ટમ
તો પન શટડાઉન મેસેજમાં તું આવે છે.

સ્કેન કરું છું મારી હારડડીક્સ ને
વાઇરસ બનીને તું સામે આવે છે.

– પ્રિન્સ અમેરીકા

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વેબસાઇટ ઉપર મળે છે સનમ

ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ

ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવેર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ

– અદમ ટંકારવી (ગુજલિશ ગઝલો માંથી સાભાર )

પ્રેમ પર ધંધાની અસર

[1] સુથાર

છોલવું કારણ વિના એ એમની લત હોય છેપ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છેછે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છેએમની પાસે નજરની એક કરવત હોય છે

[2] લુહાર

ઘણની સાથે કોની જોડી હોય છે ?લાગણી ટીપી ને તોડી હોય છેબેવફા તારા હૃદયની એરણે –રોજ બદલાતી હથોડી હોય છે !

[3] ટપાલી

તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હુંતારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હુંકોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !

[4] ટાલ ધરાવનાર

હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ‘લ્યો લપસજો’ કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈતેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યોબેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !

[5] સેલ્સમેન

સાવ રીઝનેબલ અમારા રેટ છેપ્રેમપત્રોનું અસલ પેકેટ છેહર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ –વાપરો તો દિલ મફતમાં ભેટ છે.
[6] પાયલોટ
રન-વે પ્રણયનો વ્યસ્ત છે, પ્લેનો હજાર છેતારી નજરનો જોકે જુદેરો પ્રકાર છેજગ્યા તો તરત થઈ જશે, તું લેન્ડ કરી જોસિગ્નલ સતત ઝીલે છે, હૃદયનું રડાર છે.

[7] દરજી

ગાજ-ટાંકામાં નવું શું ? રોજ એ કરતો રહું ?પ્રેમનો ગ્રાહક મળે તો રોજ છેતરતો રહુંઆમ તો કાતર જૂની છે, તોય રઘવાયી રહેપારકા તાકા મળે તો રોજ વેતરતો રહું !

[8] પોલીસ

હથકડી હૈયાની નહીં તૂટી શકે !મુજ વિના કોઈ નહીં લૂંટી શકે !તું ભલે ઝડપાઈ મારા પ્રેમમાં –પણ વગર હપ્તે નહીં છૂટી શકે !

[9] ઈંગ્લીશ બોલતો ગુજરાતી

ફિલ્ડ છે લવનું ડીયર, તું ફલર્ટ કર ને ફ્લાય કરતન થયું ટાયર્ડ, તો તું મનને મેગ્નીફાય કરપ્રેમમાં ઈનફેક્ટ, યુ સી, ન્હોય પરમેનન્ટ કૈંતુંય થા બીઝી ગમે ત્યાં, ને ગમે ત્યાં ટ્રાય કર !

[10] દૂરદર્શનનો ઉદ્દઘોષક

પ્રેમનું આ છે પ્રસારણ દિલની ચેનલ વન ઉપરહે પ્રિયે ચેનલ બદલ ના વાત લેજે મન ઉપરખેંચ ના સિરિયલ હવે સંબંધની દર્શનેએક એપિસોડ તો કર પાસના દર્શન ઉપર

[11] ક્રિકેટર

છે પ્રિયે લિમિટેડ ઓવર્સ, ને પ્રણયની ખેંચ છેડેડ-પીચ પર ચાલતી આ એક વન-ડે મેચ છેથર્ડ અમ્પાયરને વચમાં નાંખ ના, આ પ્રેમ છેઆપણો સંબંધ શું છૂટી ગયેલો કેચ છે

– નિર્મિશ ઠાકર (from readgujarati.com)

શોલે V2.0…(ગુજરાતીમાં)

આ પોસ્ટ મે મરા ફ્રેન્ડ ના ઇમેલ માથી પોસ્ટ કરેલી છે, કોઇ આના રચેતા નુ નામ જાણતુ હોય તો જણાવવા વીનંતી. જેથી એના પર કોઇ બીજા બ્લોગર પોતાનો હક ના જતાવે.

કાલીયા અને અન્ય બે ડાકુઓને રામગઢના નાના નાના ડેવેલોપરોનું સોફ્ટવેર લૂંટવા મોકલે છે.
ત્રણેય જણા રામગઢ ના ચોકમાં જઈને બૂમો પાડે છે…

“અરે ઓ રામગઢ ના વાસીઓ, તમારૂ સોફ્ટવેર અમને આપી દો, નહીં તો આખા રામગઢની સિસ્ટમ ગબ્બર
ત્યાં બેઠા બેઠા હેક કરી નાખશે…”
ઠાકુર : કાલીયા, જા જઈને ગબ્બરને કહી દે કે રામગઢના પ્રોફેશનલ્સ હવેથી ગબ્બરને અને તેના ડમી
ડેવેલોપરો ને કોઈ સોફ્ટવેર સપ્લાય નહીં કરે
કાલીયા : વિચારી લો ઠાકુર, જો ગબ્બરને ખબર પડી કે તેના ડેવેલોપરોને રામગઢ માં થી સોફ્ટવેર નથી મળ્યા, તો સારૂ નહીં થાય
કાલીયા : કોણ રોકશે અમને??
ઠાકુર : હું અને મારા માણસો
ત્રણેય ડાકુ જોર જોર થી હસે છે….”ઠાકુર કોલ સેન્ટર વાળાની ફોજ બનાવી છે….”
ઠાકુર : કાલીયા, મોંઢુ ઊઠાવીને જો, ડીબગર્સ તારી સિસ્ટમ પર લોગીન કરી રહ્યા છે…
કાલીયા માથુ ઊંચુ કરીને જુએ છે, સામે ટાંકી પર વીરૂ એનું નવુ લેપટોપ લઈને પાવર બીલ્ડર શરૂ
કરે છે અને બીજી બાજુ જય એન્ટીવાઈરસ ચલાવી રહ્યો છે.
વીરૂ : જા ગબ્બરને જઈને કહી દે કે એની સીસ્ટમ અમે હેક કરી લીધી છે
અને આટલુ બોલતા એ સ્ટાઈલ થી ગબ્બરની સિસ્ટમ હેક કરવા એન્ટર પર ક્લિક કરે છે.

ગબ્બરના અડ્ડા પર
ગબ્બર : કેટલા પ્રોગ્રામર હતા?
કાલીયા : બે સરકાર
ગબ્બર : હં…..એ બે હતા..આને તમે ત્રણ, તો પણ એ મારી સિસ્ટમ હેક કરી ગયા? શું વિચારીને તમે પાછા
આવ્યા હતા? કે સરદાર ખુશ થશે ?
એપ્રાઈઝલ આપશે…નવુ એસાઈનમેન્ટ અને ઈન્ક્રીમેન્ટ મળશે એમ?
અહીં થી પચાસ પચાસ કોસ દૂરી પર જ્યારે કોઈ બાળક એની સિસ્ટમ પર લોગિન કરે છે તો એની મા એને કહે છે, કે બેટા લોગ આઊટ થઈ જા નહીં તો ગબ્બર તારી સિસ્ટમ ની પથારી ફેરવી નાખશે…અને તમે મારા નામની પૂરે પૂરી પથારી ફેરવી નાખી??
આની સજા મળશે…જરુર મળશે…
ગબ્બર સાંભા પાસે થી X-Terminal છીનવી લે છે અને કહે છે….
કેટલા સેશન છે આ મશીન માં?
સાંભા : છ સરકાર
ગબ્બર હં….સેશન છ અને
પ્રોગ્રામર ત્રણ ? બહુ નાઈન્સાફી
છે…Logout…Logout….Logout…હં હવે
બરાબર છે…હવે સેશન પણ ત્રણ અને પ્રોગ્રામર પણ ત્રણ…
ગબ્બર : હવે તારુ શું થાશે કાલીયા?
કાલીયા : સરકાર મેં તમારો કોડ લખ્યો છે…
ગબ્બર : તો હવે ડોક્યુમેન્ટેશન પણ કર…

Source from: http://adhyaru.wordpress.com/

હજુયે યાદ છે

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

– રઇશ મણીયાર

અપ્રાઈઝલ

આ પોસ્ટ મે મરા ફ્રેન્ડ ના ઇમેલ માથી પોસ્ટ કરેલી છે, કોઇ આના રચીયેતા નુ નામ જાણતુ હોય તો જણાવવા વીનંતી. જેથી એના પર કોઇ બીજા બ્લોગર પોતાનો હક ના જતાવે.

હે પાર્થ (કર્મચારી),

અપ્રાઈઝલ / નથી થયુ, ખરાબ થયુ
ઈન્ક્રીમેન્ટ પણ નથી આવ્યુ ખરાબ થયુ
ઇન્સેન્ટીવ નથી મળ્યુ, એ પણ ખરાબ થઈ રહ્યુ છે.
પગાર કપાઈ રહ્યો છે, ખરાબ થઈ રહ્યું છે.

તું પહેલાના ઈન્સેન્ટીવ મળવાની રાહ ના જો
તું આવનારા ઈન્સેન્ટીવની ચિંતા પણ ના કર
બસ અત્યારના પગારમાં ખુશ રહે,

તારા પાકીટ માં થી શું ગયુ કે રડે છે?
જે આવ્યુ તે અહીં થી જ આવ્યુ હતું.

જ્યારે તું નહોતો ત્યારે પણ આ કંપની ચાલતી હતી
તું છે તોય ચાલે છે, તું જતો રહેશે તોય એ આમ જ ચાલશે…
તું અહીં શું લઈને આવ્યો હતો કે તને ગુમાવવાનું દુખ છે?
જે કાંઈ મળ્યુ એ અહીં જ મળ્યુ
ડીગ્રી લઈને આવ્યો હતો, અનુભવ લઈને જઈશ.

જે કોમ્પ્યુટર આજે તારૂ છે
ગઈકાલે કોઈક બીજાનું હતુ, આવતી કાલે કોઈક બીજાનું હશે
તું એને પોતાનું સમજીને આસક્ત થાય છે, ખુશ થાય છે
આ જ સઘળી પરેશાનીઓનું મૂળ કારણ છે
તું કેમ વ્યર્થ ચિંતા કરે છે…તને કોણ કાઢી શકે છે?
તું નાહકનો જ ડરે છે.

પરિવર્તન એ ઈન્ડસ્ટ્રીનો નિયમ છે
અને આ જ તો તને “પરિવર્તન” નહીં આપવાની ચાલ છે.
અત્યારે તું બેસ્ટ પરફોર્મર છે, કામઢો નંબર વન છે
પણ જો ઈન્ક્રીમેન્ટ માંગીશ તો….
તું વર્સ્ટ પરફોર્મર છે, નકામો નંબર વન છે…
ટારગેટ કદી મેળવી શક્તો નથી…

એપ્રાઈઝલ, ઈન્સેન્ટીવ, પ્રમોશન એ બધુંય મનમાં થી કાઢી નાખ
વિચારો માં થી ય મીટાવી દે…
પછી તું કંપનીનો છે અને કંપની તારી છે,
ન આ ઇન્ક્રીમેન્ટ વગેરે મોહ તારા માટે છે,
કે ના તું આ બધા માટે છે..

બસ અત્યારે તારી નોકરી સુરક્ષીત છે
તો તું શું કામ ચિંતા કરે છે?
તું તારી જાત ને કંપની ને અર્પિત કરી દે,
ઇન્ક્રીમેન્ટ ની ચિંતા ન કર…બસ મન લગાવી ને નોકરી કર…
એ જ સૌથી મોટો ગોલ્ડન રૂલ છે…

જે આ ગોલ્ડન રૂલને જાણે છે તે સુખી છે,
તે આ રિવ્યુ, ઇન્સેન્ટીવ, એપ્રાઈઝલ, પ્રમોશન આદી મોહ ના બંધન માં થી સદા માટે મુક્ત થઈ જાય છે.
તો તું પણ આ મુક્તિ માટે સદા પ્રયત્ન કર

P. S. : છઠ્ઠા પગાર પંચની ભલામણો ય તારા સેક્ટર માં લાગૂ પડ્તી નથી…તે તારી જાણ ખાતર

તારો બોસ (કૃષ્ણ)

– ડૉ. આઈ. કે. વિજળીવાળા