July 2, 2008 at 8:49 am (General)
Tags: education, gujarati, gujarati news, gujarati story
જેનામાં આગળ વધવાની ધગશ છે તેને કોઈ અંતરાય નડી શકતા નથી. આ વાતની સાબિતી આપે છે વડોદરાના એક કુટુંબના વિદ્યાર્થીઓ. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બળાત્કારના સમાચારોની ભરમાર વચ્ચે, ‘ગુજરાત સમાચાર’ અખબારે તારવેલા આ લેખ પર આપનું ધ્યાન ન ગયું હોય તો વાંચો અહીં…

આજના સમયે શિક્ષણનું મહત્ત્વ ખૂબ વધી રહ્યું છે. માતા-પિતા પોતાનાં સંતાનોને ઉચ્ચ અને ઉમદા શિક્ષણ અપાવવા માટે તનતોડ મહેનત કરે છે. રૂપિયા કમાય છે અને રૂપિયા ખર્ચે છે. બાળકોને સારામાં સારી સ્કૂલ, ટયુશન કલાસ, ટ્રેન્ડી અને મોઘીં સ્ટેશનરી, સ્કૂલ ડ્રેસ , ખીસ્સાખર્ચી અને વ્હીકલ અપાવે છે. છતાંય કેટલાય છોકરાંઓ ઉંધે રવાડે ચઢી જાય છે. મા-બાપને સંતાનોના ખૂબ કડવા અનુભવો થાય છે. જે સંતાનની સુવિધા માટે તેઓ વ્હીકલ કે મોબાઇલ આપે તેનો તેઓ દુરૂપયોગ કરતા હોય છે. ચાલુ કૂલાસમાં તેઓ મેસેજની આપ-લે કરે છે અથવા તો બંક મારીને ફરવા ઉપડી જાય છે. ઘરમાં હોય ત્યારે ટીવી કે વિડીયોગેમમાં રચ્યાંપચ્યાં રહે છે.જોકે કયારેક કયારેક એવા દાખલા પણ મળી જાય છે જેને જોઇને આપણને પણ ગર્વ થવા લાગે છે.
આવો જ દાખલો વડોદરાના એક કુટુંબના બાળકોનો છે. જેઓ ખૂબ જ ગરીબ છે પરંતુ ભણવાની તેમની ધગશ એટલી છે કે તે ભાઇઓ રોજ રાત્રે જાહેર રસ્તા પરની સ્ટ્રીટ લાઇટની નીચે આવીને ચોપડીઓ લઇને ભણવા બેસી જાય છે ! વર્ષો પહેલાં જ્યારે વિજળીની સુવિધા નહોતી, ત્યારે હોંશિયાર વિઘાર્થીઓ દીવા કે ફાનસના અજવાળે વાંચતા અને ડાઁકટર, એન્જિનિયર બનતતા. વડોદરાના આ બાળકોના આંખોમાં પણ આવાં જ અનેરાં સ્વપ્નો છે.
વડોદરા શહેરના મકરપુરા ડેરી રોડ તરસાલી આઇ.ટી.આઇ. તરફના વળાંક તેઓ રોજ સાંજે ૭ થી ૧૦ના વાગ્યે પોતપોતાનાં પુસ્તકો લઇને ભણે છે.
રસ્તા પર રાતના અંધારામાં ઝેરી જનાવર રખડતા હોય તેવા નિર્જન રસ્તા પર ઝળહળતી સ્ટ્રીટ લાઇટના સહારે શ્રમજીવી કુટુંબના ત્રણ બાળકો રોજ રાત્રે ૭ થી ૧૦ નિયમિત વાંચન કરતા નજરે પડે છે. આ બાળકોની માતા છાયાબેન અભણ છે. પણ પુત્રોને ભણાવવા પાદરાની એક અગરબત્તી ફર્મમાં જઇ અગરબત્તી વણવાનું કામ કરે છે.તે કહે છે કે,”હું ચાર દિવસે ઘેર આવીને ખર્ચો આપી જાઉં છું. મારા દીકરાઓ શ્રીનિવાસ ઉ.વ.૧૫, સુવાસ ઉ.વ.૧૩ અને ચંદુ ઉ.વ.૧૧. પ્રતાપનગર ખાતેની જીવનપ્રકાશ વિઘાલય અને મકરપુરાની પી.એમ. યાદવ શાળામાં ધો. ૯, ૮ અને ૭માં ભણે છે.” મોટા દીકરો શ્રીનિવાસ તો સવારે ભણી સાંજે આમલેટની લારી પર કામ કરે છે. નવાઇની વાત એ છે કે આ કુટુંબ છેલ્લા ૧૦ વર્ષથી જ્યાં રહે છે. તે ઝુંપડુ પણ સાપ અને અન્ય જાનવરોે ધરાવતો વિસ્તાર છે. છતાંયે ત્રણેય બાળકોને ભણવાની ઘણી જ હોંશ છે.
છાયાબેન કહે છે કે,”અમે મુળ મહારાષ્ટ્રના લાતુરના છીએ. ધરતીકંપ દરમ્યાન મારા પતિનો સ્વર્ગવાસ થઇ જતાં હું પુત્રોને લઇ વડોદરા આવી ગઇ હતી. અહીં હું અગરબત્તીના ધંધા સાથે જોડાઇ હતી.” પિતાના મોત અને લાતુરનું ઘર તુટી જતા કોઇ જ માલમિલ્કત કે રૂપિયો રોકડો આ કુટુંબ પાસે બચ્યો ન હોય નવેસરથી એકડો ઘુંટવાનું એકલી સ્ત્રીને માથે આવી પડયું છે. તેના ત્રણેય પુત્રોને સારૂ શિક્ષણ મળી રહે તે માટે શરૂઆતમાં મજુરી કરી તરસાલી રોડ પર ઝુંપડું બાંધીને રહેતી છાયાબેને ત્રણેય બાળકોને શાળામાં મુકયા હતા. ત્યારબાદ પોતે મજુરી કરવા પાદરા જતી હતી. પરંતુ બાળકોની સ્કુલ બદલી કરવાની ઝંઝટ શકય ન હોવાથી ભગવાન ભરોસે પોતાના બાળકોને સ્વનિર્ભર બનાવવા સમજણ આપી મજુરી કરે છે. મોટો પુત્ર શ્રીનિવાસ આજીવિકા માટે આમલેટની લારી પર કામ કરવું પડે છે. તે કહે છે કે,”ભણીશું તો જીવનમાં કંઇક કરી શકીશું. પરંતુ ઘરમાં લાઇટની સુવિધા જ નથી. તેથી રસ્તા પરની લાઇટમાં ભણવું પડે છે.”
તેનો નાનો ભાઇ સુવાસ કહે છે કે,”રાત્રે રોડ ઉપર ભણીએ ત્યારે માખી-મચ્છરો અને કૂતરાં હેરાન કરે છે. કૂતરાં સતત ભસ્યા કરે તો ભણવામાં ધ્યાન લાગતું નથી. પરંતુ હવે તો અમને આ બધાની ટેવ પડી ગઇ છે.” અત્યારે જ્યારે વડોદરામાં મહી નદીમાં પૂર આવ્યાં ત્યારે પણ આ બાળકો ભણવાનું જ વિચારતા હતા. તેઓ કહે છે કે,”પાણી ભરાયા હતા. પરંતુ પાણી ઉતરતા જ અમે પાછુ લાઇટના અજવાળે ભણવાનું શરૂ કરી દીધું હતું.” આ બાળકોને યોગ્ય પ્રોત્સાહન મળી રહે તો આવતીકાલના ઉતમ નાગરિક બની શકે. સ્ટ્રીટ લાઇટ નીચે ભણતા બાળકો રહેવા ખાવા પીવાના કે આવકની બાબતે અચોક્કસ છે. પરંતુ તેઓ ભણવા બાબતે ચોક્કસ છે.
- from mygujarat.com
Comments
June 12, 2008 at 10:53 am (General)
Tags: gujarati story, short story, mahatma gandhi, kakasaheb kalelkar
સન ૧૯૧૫ના પ્રારંભની વાત છે.
દક્ષિણ આફ્રિકાનું કાર્ય પૂરું કરી વિલાયત થઈને મહાત્માજી હિંદુસ્તાન આવ્યા.મુંબઈ બંદરે ઊતર્યા ત્યારે દક્ષિણ આફ્રિકાના આ વિજયી બેરિસ્ટરની મુલાકાત લેવા માટે એક પારસી ખબરપત્રી છેક બંદર પર પહોંચી જઈને તેમને મળ્યો. મુલાકાતીઓમાં સૌથી પહેલાં પહોંચી જવાની તેની હોંશ હતી.
તેમણે પૂછેલા સવાલનો જવાબ
આપતાં પહેલાં બાપુએ કહ્યું : ‘ભાઈ, તમે હિંદી છો, હું પણ હિંદી છું.
તમારી માતૃભાષા ગુજરાતી છે, મારી પણ ગુજરાતી છે, તો પછી તમે મને અંગ્રેજીમાં કેમ સવાલ પૂછો છો ? તમે શું એમ માનો છો કે દક્ષિણ આફ્રિકામાં રહી આવ્યો એટલે મારી જન્મભાષા ભૂલી ગયો ? અથવા
એવું તો માનતા નથી ને કે મારા જેવા બેરિસ્ટર સાથે અંગ્રેજીમાં વાત કરવી જ શોભે ?‘
ખબરપત્રી શરમાયો કે નહીં એ હું જાણતો નથી, પણ એને નવાઈ થઈ ખરી. પોતાની મુલાકાતના હેવલમાં બાપુના આ જવાબને જ તેણે અગ્રસ્થાન આપ્યું હતું.
તેણે બીજા સવાલો શા પૂછ્યા અને બાપુએ જવાબો શા આપ્યા એ હું ભૂલી ગયો છું. પણ આપણા દેશના નેતાઓમાં એક નેતા એવા છે જે માતૃભાષમાં બોલવાની સ્વાભાવિકતાનું મહત્વ સમજે છે એ જાણી
સૌને સંતોષ થયો.
-કાકાસાહેબ કાલેલકર
Comments
June 3, 2008 at 4:51 am (General)
Tags: gujarati story, short story
એક સરસ મજાની ટુંકી વાત…
ડુંગરનું ચઢાણ આકરું હતું.સૌ યાત્રાળુઓના મોં પર થાક દેખાતો હતો.સૌ બોજારહિત બની ચાલતા હતાં ને છતાં હાંફતા હતા.
બધાની સાથે બારેક વરસની એક છોકરી પણ ચડતી હતી.તેની કેડે ચારેક વરસનો છોકરો તેડયો હતો.
કોઇને દયા આવી,પૂછ્યું, અલી,છોડી,આ છોરાને ઉંચકીને ચડે છે,તે તને ભાર નથી લાગતો?
છોકરીએ તરત જવાબ આપ્યો, ભાર?ના રે, એ તો મારો ભાઇ છે!!
- સનત ભટ્ટ.
(ujas.gujaratiblogs.com)
1 Comments
May 23, 2008 at 10:09 am (General)
Tags: gujarati story, short story, smile
એક અજાણ્યા પણ દુ:ખી માણસને જોઈને તેણે તેની સામે સ્મિત કર્યું. આથી એને ઘણું સારું લાગ્યું અને ભૂતકાળમાં તેના એક મિત્રે બતાવેલો સ્નેહભાવ તેને યાદ આવ્યો. એટલે એ મિત્રને તેણે આભાર માનતો પત્ર લખ્યો.
આ આભારપત્રથી તે મિત્ર બહુ ખુશ થયો અને રેસ્ટોરાંમાં લંચ લીધા પછી તેણે વેઈટ્રેસને મોટી ટિપ આપી. આટલી મોટી ટિપથી વેઈટ્રેસને વિશેષ આનંદ થયો અને આશ્ચર્ય પણ થયું. વેઈટ્રેસે આખી રકમ ઘોડાની રેસમાં લગાડી દીધી. બીજે દિવસે એને ખબર પડી કે સારી એવી રકમ જીતી છે. જીતની રકમમાંથી થોડી રકમ એણે રસ્તામાં એક ગરીબ માણસને આપી. તે ભારે આભારવશ બન્યો. તેણે બે દિવસથી કાંઈ ખાધું ન હતું એટલે બાજુના રેસ્ટોરાંમાં જઈ એણે પેટભરીને રાતનું ભોજન લીધું. પછી એ એની અંધારી ગંધાતી ખોલી પર જવા નીકળ્યો. પેટભર ખાવાનું મળ્યાની ખુશીમાં એ મસ્ત હતો. આગળ શી મુશીબત આવવાની છે એનો એને કાંઈ ખ્યાલ ન હતો. રસ્તામાં તેણે ઠંડીમાં ધ્રૂજતાં એક કુરકુરિયાને જોયું. એણે એને ઉપાડી લીધું અને ઘર તરફ ચાલવા માંડ્યો. ઘેર જઈને કુરકુરિયાંને પોતાની પડખે સુવાડ્યું. ઘરની હૂંફ કુરકુરિયાને ઘણી ગમી.
મધરાતે મકાનમાં એકાએક આગ લાગી એટલે કુરકુરિયું ભસવા માંડ્યું. ત્યાં રહેતાં સૌ જાગી ગયાં ત્યાં સુધી કુરકુરિયાએ ભસવાનું ચાલુ રાખ્યું. આમ સૌ મોતના મુખમાંથી ઊગરી ગયાં. જે બચી ગયાં એમાંનો એક છોકરો મોટો થઈને અમેરિકાનો પ્રમુખ બન્યો !
આ બધો પ્રતાપ હતો પેલા સાદા સ્મિતનો, જેના માટે એક પૈસાનો ય ખર્ચ થયો ન હતો.
1 Comments