સાતમા ધોરણનો ભૂગોળનો ક્લાસ ચાલતો હતો. શિક્ષકે દુનિયાની સાત અજાયબીઓની નોંધ કરવાનુ િવદ્યાર્થીઓને કહ્યું. માંડ માંડ કરીને દરેક વિદ્યાર્થીએ નીચે મુજબ સાત અજાયબીઓ લખી. ઃ

૧) ઇિજપ્ત ના પિરામિડ
૨) તાજમહાલ
૩) પિઝાનો ઢળતો મિનારો
૪) પનામા નહેર
૫) અમ્પાયર સ્ટેટ્સ બિલ્ડિન્ગ
૬) બેબીલોનના બગીચા
૭) ચીનની મહાન દીવાલ

શિક્ષકે બધાના કાગળ તપાસ્યા. એમના ધયાનમાં આવ્યુ કે એક છોકરી સાવ શાંત બેઠી હતી. કંઈક મુંઝાયેલી પણ લાગતી હતી. ઉપરાંત એણે પોતાનો કાગળ પણ શિક્ષકને બતાવ્યો નહોતો.

“કેમ બેટા, કંઈ તકલીફ છે ? યાદ નથી આવતું ?…” શિક્ષકે પુછ્યું.

“નહીં સર…એવું નથી. પણ મેં સાત અજાયબીઓ લખી છે એ તો બહુ ઓછી હોય એવું મને લાગે છે.”

શિક્ષકને નવાઇ લાગી. સાત અજાયબીઓ ભેગી કરવામાં પણ બધાને લોચા પડતા હતા, ત્યાં આ છોકરી તો ઘણી બધી અજાયબીઓની વાત કરે છે !
“ચાલ બોલ જોઉં તો…, તેં કઈ સાત અજાયબીઓ લખી છે?” શિક્ષકે પુછ્યું.

પેલી બાળકી થોડીક ખચકાઈ, પછી પોતાના કાગળ સામે જોઈ બોલી…
મારા માનવા મુજબ વિશ્વ ની સાત અજાયબીઓ છે ઃ

૧) સ્પર્શવું
૨) સ્વાદ પારખવો
૩) જોય શકવું
૪) સાંભળી શકવું
૫) દોડી શકવું , કુદી શકવું
૬) હસવું અને,
૭) ચાહવું, પ્રેમ કરવો

શિક્ષક સ્તબ્ધ બની ગયા. ક્લાસમાં પણ શાંિત છવાય ગઈ. એમને થયું કે ભલે ભૂગોળની દ્રશ્ટ્ીએ આ ખોટું હોય પણ છોકરી જરા પણ ખોટી નથી…….
.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
★♥★♥★★♥★♥★★♥★♥★★♥★♥★★♥★♥★★♥★♥★
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
.
આપણે કેટલા બધા આસાનીથી માણસે બનાવેલી નશ્વર વસ્તુઓને અજાયબીઓ ગણી લઈએ છીએ અને ભગવાનની બનાવેલી અદ્ભુત રચનાઓને સામાન્ય ગણતા હોઇએ છીએ ! ! !

પ્રભુ આપણને સાચી અજાયબીઓ ઓળખવાની શક્િત આપે…

– ડો. આઇ. કે.વિજળીવાળા લેખિત “મોતીચારો” માંથી સાભાર…

4 thoughts on “દુનિયાની સાત અજાયબીઓ

  1. ઇશ્વરે આપેલું બધું “ટેકન ફોર ગ્રાન્ટેડ” લેવાતું હોય છે તેને કારણે આપણે આપણી આસપાસની ઘણી બાબતોમાંથી આનંદ લેવાથી વંચિત રહી જતા હોઇએ છીએ.

  2. kudarat ni darek banavat ajayabi ja hoi 6e,manav na janam thi -mrutyu sudhi duniya no darek manav kudarat ni lila(ajayabiyo) no anubhav kare 6e. chhata pan manav nirmit koi chhij ajab lage 6e.kem?karan ke darek manav te nathi kari shakato ,je kudarat kari shake 6e.

Leave a reply to dinesh o. tank જવાબ રદ કરો