જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું

રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

– મરીઝ

Advertisements

2 thoughts on “જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું

  1. ‘બેફામ’ અને ‘મરીઝ’ સાહેબની તો વાત જ ન કરી શકાય. જાતને મારીનેય ગઝલને એમણે જીવંત રાખી છે. આજકાલના શાયરોમાં કોઈ એમની તોલે ન આવે. ઉમાશંકરનાં વ્યાખ્યાનો જોયાં હશે, આ શાયરોનાં જોયાં? એ જ દર્શાવે છે કે એ સરળ રહ્યા છે.

    જલાલ મસ્તાન ‘જલાલ’ (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ.)
    jalalmastanjalal.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s