gujaratikavita.com

વાચક મિત્રો,

https://gujaratikavita.wordpress.com” બ્લોગ ની સફળતા માટે બધા જ વાચકો નો ખુબ ખુબ ધન્યાવાદ્.

બ્લોગ ની સફળતા ને ધ્યાન મા રાખી ને ગુજરાતી કવિતા માટે (http://www.gujaratikavita.com) domain register કરાવ્યુ છે. wordpress.com નો બ્લોગ પણ એ domain પર shift કરવામ આવેલ છે.

હવે પછી ની બધી નવી કવીતાઓ નવા domain (http://www.gujaratikavita.com) મા પોસ્ટ કરાવામા આવશે. તો બધા વાચક મિત્રો ને Bookmark URL કે RSS Feed નુ URL બદલી (http://www.gujaratikavita.com) કરવા વીનંતી.

અને gujaratikavita.com માટે તમારા પ્રતિભાવ જણાવવા વિનંતી.

નવી blog site access કરવા માતે આહીયા click કરો.

નવલે નોરતે

મા જગદંબાના ચરણમાં ભાવ વંદના સાથે, આવો ગરબો ઝીલીએ.

ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ
મા અંબાને ચરણે , ઘેલી ગુજરાત ગરબે રમતી રોજ

આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ
કુમકુમ પગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર

સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓના રણકે તાલ
હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ

ઘૂમતા રાસે ,નવલે નોરતે, મલકે ઉમળકો આજ
ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, ખીલી છે માઝમ રાત

અંગ અંગ મલકે, જોશે છલકે, વાગે ઢોલીડાના ઢોલ
લાલ શણગારે શોભે માડી, અપાર આનંદ અણમોલ

હીંચે હીંડોળે , ગબ્બર ગોખે, દેતાં મંગલ આશીષ
મા વરદાયીનીને ચરણે શરણે, ભાવે નમાવીએ શીશ

ભક્તોના હૈયે ભક્તિ છલકે, મલકે મુખલડે ઓપ
ગબ્બરના ટોચે દિવડાની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ

– રમેશ પટેલ ‘આકાશદીપ’

તઝ્મીન – વફા

હવે તો આંખ પણ છે ગઈ રહી શાયદ જલન માટે.
બધા દરિયા હવે ખાંગા અહીઁ અગ્નિ શમન માટે.
તમે વિઘ્નો તો ન નાંખો અમારા આ મિલન માટે

મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.
અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે.

– મોહમ્મદ અલી ભૈડુ’વફા’

જીવન અને મરણ

જીવન અને મરણ
જાણે ઍક સિક્કા ની બે બાજુ’ઑ
દુનિયા મા રહેલો આ માનવી
ઍને સમજવામા ને સમજવામા
તેની માયાજાળ મા ઍટલો ઉલઝી જાય છે
કે માનવી સારા કર્મ કરવાનુ ભૂલી જાય છે
અને જ્યારે ઍને ખબર પડે છે
ત્યારે ઘણુ મોડુ થઈ ગયુ હોય છે,
અને કાળ મૌત બની નૅ તેને ભરખવા માટે
ઍનિ જીન્દગી ના દરવાજે ઉભો હોય છે,

– Unknown

હરિ વસે છે હરિના જનમાં

હરિ વસે છે હરિના જનમાં,
શું કરશો જઈ વનમાં… ટેક
ભેખ ધરીને તમે શીદ ભટકો છો,
પ્રભુ નથી વન કે અરણ્યમાં;
કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,
પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..
જોગ કરો ભલે જગન કરાવો,
પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,
હરિ વસે છે હરિના જનમાં… હરિ..

મીરાંબાઈ

મેરી ક્રિસમસ

આજે ૨૫ ડિસેમ્બર એટલે નાતાલ, વાચક મિત્રો ને “મેરી ક્રિસમસ”

marry-christmas-tree


આવી નાતાલ રૂડી આવી નાતાલ
બાળકોને ગમતી, આવી નાતાલ.

આ તો દિવાળી ખ્રિસ્તી લોકોની,
ચાલો ઉજવીએ કરી મિજબાની.

સાન્તાક્લોઝ દાદા હરખાતા આવશે,
બાલુડાને માટૅ રમકડાં લાવશે.

ઈશુ ભગવાનને વંદન કરીએ,
પ્રેમદયાનો સંદેશો ઝીલીએ.

નવું વરસ મુબારક સહુને,
મંગલ કામના એવી કરીએ

– Special Christmas poem from http://drmanwish.blogspot.com/

પ્રાર્થના

હે પ્રભો !

વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,

પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે.

દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે

મને સાંત્વના ન આપો તો ભલે,

પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.

મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,

પણ મારું બળ તૂટી ન પડે.

સંસારમાં મને નુકસાન થાય,

કેવળ છેતરાવાનું જ મને મળે,

તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.

મને તમે ઉગારો – એવી મારી પ્રાર્થના નથી,

પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.

મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,

પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.

સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,

દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય

ત્યારે તમે તો છો જ –

એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

શેરો

નીડની ભીડથી તૂટી ડાળી,
કૈંક અફવા આમેય સૂણી છે. …નાદાન

તોય રહ્યું આ જીવતર કોરું,
વરસી વરસી વાદળ ખૂટમાં. ….દિલેર બાબુ

ઠીક ક્યાં છે આ આંખની મોસમ,
એક ધારો પ્રપાત થઇ ગઇ છે. …. અનિલ

પંથ પ્રપંચ પ્રતિભાવોથી પર,
પ્રેમ રસનો તલબગાર છે તાજ. … વિજય આશર

નરક સ્વર્ગ જેવી જગા પણ હશે,
સજા પણ હશે ને મજા પણ હશે. …. જલન માતરી