તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.

મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે
શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.

વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.

ગરજતાં વાદળોન ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.

ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

– આદિલ મન્સૂરી

સાવ અંગત એક સરનામું મળ્યું

સાવ અંગત એક સરનામું મળ્યું
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

– હરિશ્ચન્દ્ર જોશી

છૂટી જવુઁ. – મોહમ્મદ અલી ભૈડુ,વફા,

હાથથી એ જામનુઁ છૂટીજવુઁ.
ને હ્રદયની સુરાહીનુઁ ફૂટી જવુઁ.

વાળ આંખો માઁ કોઈ આવી ગયો,
લાગણીના તારનુઁ તૂટી જવુઁ .

ત્રીશઁકુ થઇ મંઝિલ બધી તરફડી,
ધૈર્યની થોડી હવા નુઁ ખૂઁટી જવુઁ.

કેસુડાના રંગ ફીક્કા થઇગયા ,
ભર વસંતે એમનુઁ રૂઠી જવુઁ.

પ્રેમનો હિમાળો ગરમાયો નહીઁ,
રૂપનુઁ સુરજ બની વરસી જવુઁ.

વેદનાની ચાન્દની વરસી પડી,
કંટકોનુ આભમા ખૂઁપી જવુઁ.

– મોહમ્મદ અલી ભૈડુ,વફા,

આંખો ખુલી તો આ જગત એવું ઝરણ થયું

આંખો ખુલી તો આ જગત એવું ઝરણ થયું.
મન શાંત મારું ઠેકડા મારી હરણ થયું.

બુદ્ધિને એક બાજુએ બેસી જવા કહ્યું
દીવાનગીને આજ હવે શાણપણ થયું.

ઠોકર મળી ને કોઈ જ્યાં રસ્તે ઢળી પડ્યું,
મુજને ન જાણે તે ઘડી મારું સ્મરણ થયું.

પાંપણ બીડોને સોણલું આવે તો જાણજો,
છાયાની સાથ તેજનું એકીકરણ થયું.

ઊર્મિઓ એમાં પાય પખાડી રમી શકી,
અશ્રુનું એમ મારાં નયનમાં ઝરણ થયું.

– મનહર મોદી

છે વાર્તા – વફા

સાકી સુરા ને જામની છે વાર્તા.
બેકસ અને બદનામની છે વાર્તા.

લો સૂરજ ઉગતાઁ શરૂ આ થઇ ગઇ
દિન રાત ને સુબ્હ શામની છે વાર્તા

દીપક પતંગા નુ મિલન પણ જોઇ લો
મહોબ્બત ના અંજામની છે વાર્તા.

લયલા અને મજ્નુ શીરી ફરહાદ ની,
મહોબ્બત મા નાકામની છે વાર્તા.

ચાલો ‘વફા’હૈયા મહીઁ સંઘરી લો,
ભીઁજાયલી એક શામ ની છે વાર્તા.

– મોહમ્મદઅલી ભૈડુ,વફા

લખુ છુ કેમ કે કલમ નો સાથ છે

લખુ છુ કેમ કે કલમ નો સાથ છે,
મારા શબ્દો મા ફક્ત તારી યાદ છે.

કવીતાઓ તો લખવી ગમે મન,
પણ હ્રદય ને તો એક જ ગઝલ ની પ્યાસ છે.

શેરો શાયરી શોખ નહોતા માર,
પણ જીવન નુ અધુરા પણુ પણ એક આશ છે.

ઈચ્છા થાય છે કે સીતારા ઓ પર જઈ સુર્યને જોવુ,
પણ જીંદગી ને તો ચન્દ્ર ની પ્યાસ છે.

નથી જનતો કે કીનારો ક્યા છે,
પણ સાહિલ ની મને તલાસ છે.

જેવુ પણ મળ્યુ છે આ જીવન મુજને,
હે પ્રભુ તારા ચરણ પામવા માટે મારી લાશ છે.

-unknown

દીવાલો – મોહઁમાદ અલી ભૈડુ”વફા”

અમારા રાહમા કાંટા બની ભોંકાય દીવાલો.
ઉભય મતભેદની આખરબની અંતરાય દીવાલો.

પડી ગઇ સ્નેહ ધારાની ઘણીયે ખોટ પાયામા,
ખરે તેથીજ કઁઇ હૈયા તણી તરડાય દીવાલો.

નિરવતા શૂન્ય ભરખે જ્યારે ઘર તણો કલરવ,
મને એ મૌનનુ મૂખ ચીરતી સંભળાય દીવાલો.

કદી શબનમ બની વરસી અમારી દિલ કળી ઉપર,
તમારે સ્નેહ ઝરણે ગમ તણી ધોવાય દીવાલો.

રહે સાન્નિધ્યામા હરદમ છતાઁ કોમળતા નહીઁ પ્રગટી,
મને આ પૂષ્પ કંટક વચ્ચે પણ દેખાય દીવાલો.

તમારી યાદ શુઁ આવી તિખારાઓ ભરી લાવી,
નયનમા યાદની ભીને બની પડઘાય દીવાલો.

અને એ ક્રુરતા માનવ તણી જ્યારે નિહારે છે,
“વફા” ત્યારે ઘણી વેળા બહુઁ શરમાય દીવાલો.

– મોહઁમાદ અલી ભૈડુ”વફા”

ઝાઁઝવા-મોહઁમદઅલી ભૈડુ”વફા”

ઢોલયા હૈયા તણા કયાઁ ઢાળવા.
આઁખમા ફૂટી રહ્યાછે ઝાડવાઁ.

દ્વાર તારુઁ ભૂલથી થોકુઁ નહી
શુઁખબર વાસી નદે તુ બારણા.

ભૂલવાનો ઢોઁગ તો સાથે કર્યો,
આઁસુના ઝૂલી પડયા ત્યાઁ પારણા.

હુઁગુનાનો ભાર લઇ આવીશ ખરો ;
બખશિશ તણી લઇ બધીયે ધારણા.

ને”વફા:કવિતા હવે કયાઁ શોધવી,
શબ્દના ઊગી ગયાછે ઝાઁઝવા

– મોહઁમદઅલી ભૈડુ”વફા

સપના મા કરી હતી તે વાતો યાદ આવે છે

સપના મા કરી હતી તે વાતો યાદ આવે છે
ખુદા ને કરેલી મારી ફરિયાદો યાદ આવે છે

ફફ્ત તારા સંગ જીવન મેહેક્તુ હતુ મારુ
સાથે તારા વીતાવેલા પળો યાદ આવે છે

સૂરજ ના કિરણ અજવાસ લાવે જીવન મા
ચાંદની તળે કરેલી એ વાતો યાદ આવે છે

કોને કહુ હવે મારા જીવન ની વેદના હવે
જાણ્યે-અજાણ્યે કરેલા મારા ગુનાહો યાદ આવે છે

ઓળખી ન સક્યો આ “ધવલ” તારા પ્રેમ ને
અશ્રુ ભીની મને એ તારી આંખો યાદ આવે છે

– ધવલ

જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા

જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા
એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા
તેં કફન ખોલી કદી જોયું નહીં
મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા

– વિનોદ ગાંધી