ના તને ખબર પડી, ના મને ખબર પડી

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી.

બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી
શરમાઇ જતી તો’યે મને જાણ’તો થતી,
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.

હૈયુના રહ્યું હાથ ગયુ ઢાળમાં દળી,
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયુ મળી.
ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં,
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી.

મારા વિના ઉદાસ છો એ જાણું છું પ્રીયે
મે પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મે સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને
તું આવ્યો જ્યાં નજીકને ત્યાં ઉકલી ગઇ ગડી.

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી.

– તુષાર શુક્લ

નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ

નાની અમસ્તી વાતમાં  અપસૅટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ
 
અરવિંદને  ઈંગ્લૅન્ડનો  વીઝા  મળી  ગયો
ખાદીની  એક  ટોપી  પછી  હૅટ  થઈ ગઈ

કૂતરો  આ  ફૂલફટાક તે  ડૉગી બની ગયો  
બિલ્લી  બનીઠની  ને  હવે  કૅટ  થઈ ગઈ

ગુજરાતમાં હતી  આ  ગઝલ ગોળપાપડી
ઈંગ્લૅન્ડમાં આવી અને  ચૉકલેટ થઈ ગઈ 

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ
ગુજલિસ કવિતા જાણે કે  ચિટ્ચૅટ થઈ ગઈ

– અદમ ટંકારવી

એક વખત

એક વખત અમે એકમેકને ખૂબ પ્રેમ કરતાં.
હું ઓફિસે જતો ને એનું મોં ઢીલું થઈ જતું.
હું પાછો ફરતો ત્યારે લઈ આવતો ગજરો, વેણી ફૂલ …
એનું ગમતું મને કબૂલ.

ને પગારને દિવસે હું એને રેશમથી વીંટીં દેતો.
સાંજ પડે કે
એનો જીવ બાલ્કનીને વળગી પડતો.
મને મોડું થઈ જતું તો એ વ્યાકુળ થતી.
ને ચિંતાથી સજળ એની આંખો મને ઠપકો દેતી.
હું અપરાધી… વ્યથિત થતો…
હવે
સાંજને ટાણે મારગ ઉપર એની નજર
પથરાઈ રહેતી નથી,
હુ
ઓફિસેથી વહેલો આવતો નથી
-વિપિન પરીખ

કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ છે રાત

કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ છે રાત
તુ આવ દોસ્ત તારા સમ બહુ ઉદાસ છે રાત
કોઇ જતુ ય નથી ને કોઇ આવતું ય નથી
કોઇ છે એકલું ચોગમ બહુ ઉદાસ છે રાત
ચાલો કે ભરી એ પ્રતીક્ષા ના શ્વેત ફુલ થી
આ અંઘકારનું રેશમ બહુ ઉદાસ છે
રાત હરેક ફુલ કને જઇને હવાને પૂછ્યું કે
રડી છે કે શબનમ બહુ ઉદાસ છે રાત…
નજરે ચડી એક વાર અને પ્રેમ થઇ ગયો
સાજો હોવા છતાં હું બીમાર થઇ ગયો…….