શેર – ચિનુ મોદી ‘ઈર્શાદ”

દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?
પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

__ ચિનુ મોદી ‘ઈર્શાદ”

મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે

મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે
ને શુષ્ક શ્વાસમાં ભળી ભિનાશ છો તમે
માળાની ઝંખના નથી મારા વિહંગને
મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે

– કરસનદાસ લુહાર

શેરો

નીડની ભીડથી તૂટી ડાળી,
કૈંક અફવા આમેય સૂણી છે. …નાદાન

તોય રહ્યું આ જીવતર કોરું,
વરસી વરસી વાદળ ખૂટમાં. ….દિલેર બાબુ

ઠીક ક્યાં છે આ આંખની મોસમ,
એક ધારો પ્રપાત થઇ ગઇ છે. …. અનિલ

પંથ પ્રપંચ પ્રતિભાવોથી પર,
પ્રેમ રસનો તલબગાર છે તાજ. … વિજય આશર

નરક સ્વર્ગ જેવી જગા પણ હશે,
સજા પણ હશે ને મજા પણ હશે. …. જલન માતરી

શેરો – શાયરી

થોડીક શીકાયત કરવી’તી,
થોડાક ખુલાસા કરવા’તા,
એ મોત જરા રોકાઈ જતે,
મારે પણ બે ચાર કામ હતા,
જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછા પાના જોઈ શક્યો,
બહુ અંગત અંગત નામ હતા….

———————————

કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે.
આંખોને ગમે તે રીત પણ તકલીફ આપે છે.
હમેંશા હારથી નથી હારી જતો માણસ,
કોઇવાર જગતમાં જીત પણ તકલીફ આપે છે….

———————————

મ્રુત્યુ ના જતુ રહે ધ્યાન રાખુ છુ,
મારા હર એક સ્વાસ ને સાવધાન રાખુ છુ,
મારા અરમાનો ની હોળી કોઈ શુ કરશે?
હ્રદય માં જ સળગતુ સ્મશાન રાખુ છુ.

———————————

શ્વાસ તો ખૂટી જવાને હોય છે,
પરપોટો ફૂટી જવાને હોય છે.
લાખ એને સાચવે આંખો છતાં
સ્વપ્ન તો તૂટી જવાને હોય છે.

———————————

અરમાનો ને રોકે તેવી કોઇ મિનાર હોય તો સારુ,
દિલની ઇચ્છાઓ ને રોકે તેવી દિવાલ હોય તો સારુ,
મારે મૃત્યુ પછી પણ એમને જોવા છે,
મારી કબરમાં નાની તિરાડ હોય તો સારુ…..

શેરો – શાયરી

જીનકી તમન્ના દીલ મે થી,
જુદાઈ અબ હમ ઉનકી સહતે હૈ,
ફુરસત્ નહિ ઉન્હે હમસે બાત કરને કી,
ઇસ લીયે હમ હર વખ્ત ખામોસ સે રહતે હૈ…

ગમ મે હસને વાલો કો કભી રુલાયા નહી જાતા,
લહેરો સે પાની કો હટાયા નહી જાતા,
હોને વાલે હો જાતે હૈ ખુદ હી દીલ સે અપને,
કીસી કો દેખકર અપના બનાયા નહી જાતા…

હમ વો ઈશ્ક હૈ જો દિલ બનકર ધડકતે હૈ,
હમ વો ખુશબુ હૈ જો બાહો મે મહકતે હૈ,
હમસે પ્યાર ના કરના એ જાલીમ,
હમ વો દર્દ હૈ જો આખોસે છલકતે હૈ…

ના સમજા મેરી મોહબ્બત કો તુને,
ના સમજી ગયી તેરી વફા મુજસે,
ગીલા ના કિયા થા કભી ભી હમને,
અબ ક્યા કરેંગે શીકાયત તુમ્સે….

– ગુજરાતી મા લખાણ ચેતન સાચાણીયા દ્વારા