સખી આપણો તે કેવો સહજ સંગમ!
ઊડતાં ઊડતાં વડલાડાળે-
આવી મળે જેમ કોઈ વિહંગમ,
એમ મળ્યાં ઉર બે અણજાણ;
વાર ન લાગી વહાલને જાગતાં,
જુગજુગની જાણે પૂરવપિછાણ.
પાંખને ગૂંથી પાંખમાં ભેળી,
રાગની પ્યાલી રાગમાં રેડી,
આપણે ગીતની બંસરી છેડી.
રોજ પ્રભાતે ઊડતાં આઘાં,
સાંજરે વીણી વળતાં પાછાં,
તરણાં, પીછાં, રેશમી ધાગા;
શોધી ઘટાળી ચરી ડાળો,
મશરુથીયે સાવ સુંવાળો,
આપણે જતને રચિયો માળો.

– બાલમુકુંદ દવેની

1 thoughts on “સખી આપણો તે કેવો સહજ સંગમ!

Leave a comment