વાચક મિત્રો,

https://gujaratikavita.wordpress.com” બ્લોગ ની સફળતા માટે બધા જ વાચકો નો ખુબ ખુબ ધન્યાવાદ્.

બ્લોગ ની સફળતા ને ધ્યાન મા રાખી ને ગુજરાતી કવિતા માટે (http://www.gujaratikavita.com) domain register કરાવ્યુ છે. wordpress.com નો બ્લોગ પણ એ domain પર shift કરવામ આવેલ છે.

હવે પછી ની બધી નવી કવીતાઓ નવા domain (http://www.gujaratikavita.com) મા પોસ્ટ કરાવામા આવશે. તો બધા વાચક મિત્રો ને Bookmark URL કે RSS Feed નુ URL બદલી (http://www.gujaratikavita.com) કરવા વીનંતી.

અને gujaratikavita.com માટે તમારા પ્રતિભાવ જણાવવા વિનંતી.

નવી blog site access કરવા માતે આહીયા click કરો.

41 thoughts on “gujaratikavita.com

  1. હતો હું સુતો પારણે પુત્ર નાનો,
   રડું છેક તો રાખતું કોણ છાનો ?
   મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
   મહા હેતવાળી દયાળી જ મા તું.
   સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
   પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;
   મને સુખ માટે કટુ કોણ ખાતું ?
   મહા હેતવાળી દયાળી જ મા તું.
   દઇ છાતી સાથે બચી કોણ લેતું ?
   તજી તાજું ખાજું મને કોણ દેતું ?>
   મને કોણ મુખે મીઠાં ગીત્ ગાતું ?
   મહા હેતવાળી દયાળી જ મા તું.
   પડું કે ચડું તો ખમા આણી વાણી;
   પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
   પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
   મહા હેતવાળી દયાળી જ મા તું.
   -દલપતરામ

 1. હતો હું સૂતો પારણે પુત્ર નાનો

  હતો હું સૂતો પારણે પુત્ર નાનો
  રડું છેક તો રાખતું કોણ છાનો
  મને દુખી દેખી દુખી કોણ થાતું
  મહા હેતવાળી દયાળી જ મા તું

  સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે
  પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
  મને સુખ માટે કટુ કોણ ખાતું
  મહા હેતવાળી દયાળી જ મા તું

  1. હતો હું સૂતો પારણે પુત્ર નાનો

   હતો હું સૂતો પારણે પુત્ર નાનો
   રડું છેક તો રાખતું કોણ છાનો
   મને દુખી દેખી દુખી કોણ થાતું
   મહા હેતવાળી દયાળી જ મા તું

   સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે
   પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
   મને સુખ માટે કટુ કોણ ખાતું
   મહા હેતવાળી દયાળી જ મા તું

   લઈ છાતી સાથે બચી કોણ લેતું
   તજી તાજું ખાજું મને કોણ દેતું
   મને કોણ મીઠા મુખે ગીત ગાતું
   મહા હેતવાળી દયાળી જ મા તું

   પડું કે ખડું તો ખમા આણી વાણી
   પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી
   પછી કોણ પોતાતણું દૂધ પાતું
   મહા હેતવાળી દયાળી જ મા તું

   -દલપતરામ

 2. hato hu suto parne putra nano,
  radu chek toh rakhtu kon chano?
  mane dukhi dekhi dukhi kon thatu?
  maha het vadi dayadi j maa tu.
  sukama suvade bhine podi pote,
  pida pamu pande,taje swaad tote;
  mane sukh mate katu kon khatu?
  maha het vadi dayadi j maa tu.
  dai chaati sathe bachii kon letu?
  taji taju khaju mane kon detu?
  mane kon mukhe mitha gget gaatu?
  maha het vadi dayadi j maa tu.
  padu kay chadu toh khama aani vaani;
  pade papne premna pur pani;pachi kon pota tanu dudh paatu?
  maha het vadi dayadi j maa tu.
  ____________________________________________________________

  with regards,
  samita

 3. હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતુ કોણ છાનો , મને દુખી દેખી દુખી કોણ થાતુ મહા હેતવાળી દયાળી જ માં તુ , સુકામાં સુવાડે ભીને પોઢી પોતે પીડા પામું પંડે તજે સ્વાદ તોતે , મને સુખ માટે કટુ કોણ ખાતુ મહા હેતવાળી દયાળી જ માં તુ , લેઇ છાતી સાથે બચી કોણ લેતુ તજી તાજું ખાજુ મનૅ કોણ દેતુ મને કોણ મીઠા મુખે ગીત ગાતુ મહા હેતવાળી દયાળી જ માં તુ .પડું કે ખડું તો ખમા આણી વાણી પડે પાંપણે પ્રેમના પૂર પાણી પછી કોણ પોતાતણુ દૂઘ પાતુ મહા હાતવાળી દયાળી જ માં તુ .
  .દલપતરામ.

 4. ગઝલ: સરપંચની ચૂંટણીમાં હારેલા ઉમેદવારની ગઝલ

  આંખો હતી ખૂલ્લી છતાં ફસાવ્યો છે,
  સાથે રહી આજે મને હરાવ્યો છે.

  કે’તા હતા સાચ્ચે તને અપાવીશું,
  ખાલી મને ખોટ્ટો તમે ઘસાવ્યો છે.

  આપો તમે સૌને હવે, દઈ દીધું !
  પ્હેરેલ કપડે પણ મને નચાવ્યો છે.

  બેસે બધાં સાથે છતાં ખબર કેવી ?
  જાગ્યો નહીં તો પાળિયો બનાવ્યો છે.

  ગુણ છે તમારામાં જ ક્યાં ! કહી દીધું,
  આજે જ નાલાયક મને ઠરાવ્યો છે.
  ~ વિજય ચલાદરી

  ગઝલ: અને મૃત્યુ સ્પર્શી ગયું

  બાગમાંથી પુષ્પો ખર્યા અને મૃત્યુ સ્પર્શી ગયું,
  વેદનામાં શ્વાસો ભર્યા અને મૃત્યુ સ્પર્શી ગયું.

  કૌંચવધની વાતો કરશો નહીં મિત્રો મારા મને,
  પારધીએ જીવો હર્યા અને મૃત્યુ સ્પર્શી ગયું.

  એ નદીને વરસો વીત્યાં ફરી રહ્યો ‘તો આજ લગ,
  પણ હલેસાં કેવાં તર્યા અને મૃત્યુ સ્પર્શી ગયું.

  બાંકડાઓ સૂના પડ્યા કહું હું કોને ? ઓ સખી !
  આજ તારી યાદે શર્યા અને મૃત્યુ સ્પર્શી ગયું.

  આ ગઝલમાંથી શબ્દો ગ્યા અને ગ્યો ધબકારેય પણ,
  કાફિયા તો હાંફ્યા કર્યા અને મૃત્યુ સ્પર્શી ગયું.
  ~ વિજય ચલાદરી

  ગઝલ: તું નથી તો

  તું નથી તો ફૂલડાં હરખાય છે,
  દર્દ મારામાં જ ઊભાં થાય છે.

  બાંકડે બેઠાં હતાં જ્યાં આપણે,
  તેં કહેલી વાત પણ સમજાય છે.

  ભૂલ કીધી ‘તી ઘણીયે મેંય પણ,
  આજ ભૂલોનું દર્દ વરતાય છે.

  સ્વપ્ન કેવાં ? રાત આખી યાદમાં,
  તું નથી તો બારણાં પછડાય છે.

  એજ તારી બંધ મૂઠ્ઠી જોઇને,
  શબ્દ મારા આજ ઘોળાય છે.
  ~ વિજય ચલાદરી

  ગઝલ: જિંદગી

  ક્યાંક તો હરખાય છે આ જિંદગી,
  ક્યાંક તો પછડાય છે આ જિંદગી.

  ભૂલને ભૂલી ગયો ‘તો ત્યારથી,
  ચોતરફ પડઘાય છે આ જિંદગી.

  સાત ફેરા પ્રેમમાં ફરતો રહ્યો,
  ત્યાં જ તો મ્હેંકાય છે આ જિંદગી,

  હો ભલેને જીતની આશા અહીં,
  હારમાં વરતાય છે આ જિંદગી.

  કેટલી પીડા સહી છે પ્રેમમાં,
  તે પછી જીવાય છે આ જિંદગી.

  ~ વિજય ચલાદરી

  ગઝલ

  ‘કેમ છો?’ એવું કહી શરમાવ મા,
  રાત વીતી દર્દમાં તું ગાવ મા.

  સ્વપ્નમાં મળ્યાં હતા એ યાદ કર,
  દર્દ દીધા તેં હવે તું આવ મા.

  હસ્તરેખા તો હવે દેખાય ના,
  તું મને આ શબ્દમાં સમજાવ મા.

  કૈંક તો પીડા હતી એ પણ સહી,
  પ્રેમના નામે મને ભટકાવ મા.

  હોય ખોટી વાત તો સમજાવને !
  સાવ ખાલી પણ મને બોલાવ મા.

  ~ વિજય ચલાદરી

 5. પ્હેલ વેલ્હા આપણે  ક્યારે મળેલા યાદ છે 
  એક મેળો માણવા ભીડે ભળેલા યાદ છે 

  ક્યાં હતું ક્કે ભાન રાત-દિવસ વિશેનું જાતને 
  શ્વાસે શ્વાસે કોઈ સુરજશા ઢળેલા યાદ છે 

  આપણે આપ્યો વિષય ચર્ચા થવાનો તે પછી 
  ચોક વચ્ચે માણસો ટોળે વળેલા યાદ છે 

  વિજવંતી મધવંતી શ્રાવણી એ સાંઝ્માં 
  કેમ ઘેરથી બ્હાર સાથે નીકળેલા યાદ છે 

  ફૂલ જેવી રંગરંગી જીંદગીમાં છેવટે 
  સ્વપ્ન સઘળા કેટલા વર્ષે ફળેલા યાદ છે 

  કવિ : સુધાકર જાની

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s