એ રાત્રે

એ રાત્રે
આંખો અને પાંપણો વચ્ચે
સફળ સંસર્ગ થયેલો.
અને આંખોને ગર્ભ રહી ગયેલો સપનાંનો!
માના પેટમાં બચ્ચું આકાર લે,
બસ એમ જ
સપનું વિકસવા લાગ્યું આંખોમાં…
આંખોને મીઠાં ગલગલિયાં પણ થયાં!
ત્યાં અચાનક
પોપચાં ફડકયાં.
હાથેથી આંખોને પસવારી પણ ખરી.
ત્યાં જ આંખેથી નીકળ્યું પાણી.
સફેદ શ્વેતપટલ લાલ-લાલ થઈ ગયો.
આંખો ખૂલી ગઈ
અને
ફરી એક વાર
કસમયે
ગર્ભપાત થઈ ગયો એક સપનાંનો!

– from divyabhaskar.co.in

જોઇએછે તમારો સહકાર

દર વર્ષે અંદાજે ૧ લાખ જેટલા ધોરણ ૭ અને ૮ માં ભણતા ગુજરાતી બાળકોને જીવનપયોગી માર્ગદર્શન પ્રેરણાદાયી ટુકી વીડીયો ફીલ્મો દ્વારા આપવુ.  આ માટે આર્થીક સહયોગની શોધ આદરી છે. ૧૦૦ વ્યક્તીઓના વોટ તા. ૩૧મી જુલાઇ, ૨૦૦૮ સુધીમા મળી જાય તો આ પ્રોજેક્ટ માટે ફન્ડ રેઇઝીંગનુ કામ ગીવ મીનીંગ કરશે. તમારા વોટની મને અને મારી આ પ્રપોઝલને ખૂબ જરુર છે. વધુ જાણકારી માટે ક્લીક કરો નીચેની લીંક  
http://www.givemeaning.com/proposal/margdarshan

– અખિલ સુતરીઆ

સ્ટ્રીટ લાઇટના સહારે ભણતર

જેનામાં આગળ વધવાની ધગશ છે તેને કોઈ અંતરાય નડી શકતા નથી. આ વાતની સાબિતી આપે છે વડોદરાના એક કુટુંબના વિદ્યાર્થીઓ. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બળાત્કારના સમાચારોની ભરમાર વચ્ચે, ‘ગુજરાત સમાચાર’ અખબારે તારવેલા આ લેખ પર આપનું ધ્યાન ન ગયું હોય તો વાંચો અહીં…
આજના સમયે શિક્ષણનું મહત્ત્વ ખૂબ વધી રહ્યું છે. માતા-પિતા પોતાનાં સંતાનોને ઉચ્ચ અને ઉમદા શિક્ષણ અપાવવા માટે તનતોડ મહેનત કરે છે. રૂપિયા કમાય છે અને રૂપિયા ખર્ચે છે. બાળકોને સારામાં સારી સ્કૂલ, ટયુશન કલાસ, ટ્રેન્ડી અને મોઘીં સ્ટેશનરી, સ્કૂલ ડ્રેસ , ખીસ્સાખર્ચી અને વ્હીકલ અપાવે છે. છતાંય કેટલાય છોકરાંઓ ઉંધે રવાડે ચઢી જાય છે. મા-બાપને સંતાનોના ખૂબ કડવા અનુભવો થાય છે. જે સંતાનની સુવિધા માટે તેઓ વ્હીકલ કે મોબાઇલ આપે તેનો તેઓ દુરૂપયોગ કરતા હોય છે. ચાલુ કૂલાસમાં તેઓ મેસેજની આપ-લે કરે છે અથવા તો બંક મારીને ફરવા ઉપડી જાય છે. ઘરમાં હોય ત્યારે ટીવી કે વિડીયોગેમમાં રચ્યાંપચ્યાં રહે છે.જોકે કયારેક કયારેક એવા દાખલા પણ મળી જાય છે જેને જોઇને આપણને પણ ગર્વ થવા લાગે છે.
આવો જ દાખલો વડોદરાના એક કુટુંબના બાળકોનો છે. જેઓ ખૂબ જ ગરીબ છે પરંતુ ભણવાની તેમની ધગશ એટલી છે કે તે ભાઇઓ રોજ રાત્રે જાહેર રસ્તા પરની સ્ટ્રીટ લાઇટની નીચે આવીને ચોપડીઓ લઇને ભણવા બેસી જાય છે ! વર્ષો પહેલાં જ્યારે વિજળીની સુવિધા નહોતી, ત્યારે હોંશિયાર વિઘાર્થીઓ દીવા કે ફાનસના અજવાળે વાંચતા અને ડાઁકટર, એન્જિનિયર બનતતા. વડોદરાના આ બાળકોના આંખોમાં પણ આવાં જ અનેરાં સ્વપ્નો છે.

વડોદરા શહેરના મકરપુરા ડેરી રોડ તરસાલી આઇ.ટી.આઇ. તરફના વળાંક તેઓ રોજ સાંજે ૭ થી ૧૦ના વાગ્યે પોતપોતાનાં પુસ્તકો લઇને ભણે છે.

રસ્તા પર રાતના અંધારામાં ઝેરી જનાવર રખડતા હોય તેવા નિર્જન રસ્તા પર ઝળહળતી સ્ટ્રીટ લાઇટના સહારે શ્રમજીવી કુટુંબના ત્રણ બાળકો રોજ રાત્રે ૭ થી ૧૦ નિયમિત વાંચન કરતા નજરે પડે છે. આ બાળકોની માતા છાયાબેન અભણ છે. પણ પુત્રોને ભણાવવા પાદરાની એક અગરબત્તી ફર્મમાં જઇ અગરબત્તી વણવાનું કામ કરે છે.તે કહે છે કે,”હું ચાર દિવસે ઘેર આવીને ખર્ચો આપી જાઉં છું. મારા દીકરાઓ શ્રીનિવાસ ઉ.વ.૧૫, સુવાસ ઉ.વ.૧૩ અને ચંદુ ઉ.વ.૧૧. પ્રતાપનગર ખાતેની જીવનપ્રકાશ વિઘાલય અને મકરપુરાની પી.એમ. યાદવ શાળામાં ધો. ૯, ૮ અને ૭માં ભણે છે.” મોટા દીકરો શ્રીનિવાસ તો સવારે ભણી સાંજે આમલેટની લારી પર કામ કરે છે. નવાઇની વાત એ છે કે આ કુટુંબ છેલ્લા ૧૦ વર્ષથી જ્યાં રહે છે. તે ઝુંપડુ પણ સાપ અને અન્ય જાનવરોે ધરાવતો વિસ્તાર છે. છતાંયે ત્રણેય બાળકોને ભણવાની ઘણી જ હોંશ છે.

છાયાબેન કહે છે કે,”અમે મુળ મહારાષ્ટ્રના લાતુરના છીએ. ધરતીકંપ દરમ્યાન મારા પતિનો સ્વર્ગવાસ થઇ જતાં હું પુત્રોને લઇ વડોદરા આવી ગઇ હતી. અહીં હું અગરબત્તીના ધંધા સાથે જોડાઇ હતી.” પિતાના મોત અને લાતુરનું ઘર તુટી જતા કોઇ જ માલમિલ્કત કે રૂપિયો રોકડો આ કુટુંબ પાસે બચ્યો ન હોય નવેસરથી એકડો ઘુંટવાનું એકલી સ્ત્રીને માથે આવી પડયું છે. તેના ત્રણેય પુત્રોને સારૂ શિક્ષણ મળી રહે તે માટે શરૂઆતમાં મજુરી કરી તરસાલી રોડ પર ઝુંપડું બાંધીને રહેતી છાયાબેને ત્રણેય બાળકોને શાળામાં મુકયા હતા. ત્યારબાદ પોતે મજુરી કરવા પાદરા જતી હતી. પરંતુ બાળકોની સ્કુલ બદલી કરવાની ઝંઝટ શકય ન હોવાથી ભગવાન ભરોસે પોતાના બાળકોને સ્વનિર્ભર બનાવવા સમજણ આપી મજુરી કરે છે. મોટો પુત્ર શ્રીનિવાસ આજીવિકા માટે આમલેટની લારી પર કામ કરવું પડે છે. તે કહે છે કે,”ભણીશું તો જીવનમાં કંઇક કરી શકીશું. પરંતુ ઘરમાં લાઇટની સુવિધા જ નથી. તેથી રસ્તા પરની લાઇટમાં ભણવું પડે છે.”

તેનો નાનો ભાઇ સુવાસ કહે છે કે,”રાત્રે રોડ ઉપર ભણીએ ત્યારે માખી-મચ્છરો અને કૂતરાં હેરાન કરે છે. કૂતરાં સતત ભસ્યા કરે તો ભણવામાં ધ્યાન લાગતું નથી. પરંતુ હવે તો અમને આ બધાની ટેવ પડી ગઇ છે.” અત્યારે જ્યારે વડોદરામાં મહી નદીમાં પૂર આવ્યાં ત્યારે પણ આ બાળકો ભણવાનું જ વિચારતા હતા. તેઓ કહે છે કે,”પાણી ભરાયા હતા. પરંતુ પાણી ઉતરતા જ અમે પાછુ લાઇટના અજવાળે ભણવાનું શરૂ કરી દીધું હતું.” આ બાળકોને યોગ્ય પ્રોત્સાહન મળી રહે તો આવતીકાલના ઉતમ નાગરિક બની શકે. સ્ટ્રીટ લાઇટ નીચે ભણતા બાળકો રહેવા ખાવા પીવાના કે આવકની બાબતે અચોક્કસ છે. પરંતુ તેઓ ભણવા બાબતે ચોક્કસ છે.

– from mygujarat.com

એક સરસ વેબ-સાઇટ

કહેવાય છે કે રક્તદાન એ મહાદાન છે.

Firends2Support

Friends2Support
આ એક વેબ-સાઇટ છે કે જ્યાથી તમે કોઇ ચોક્કસ બ્લડ ગ્રુપ વાળા રક્તદાતા તમારા જ શહેર મા હોય તે શોધી શકો છો,
અને જો તમે રક્તદાતા હોવ તો એમા રજીસ્ટર કરાવી જરુરીયાત વાળા લોકો ને રક્તદાન કરી શકો છો.

તો આ વેબ-સાઇટ નો સંદેશ તમારા મીત્રો અને સગા-વહાલાઓ સુધી પહોચાડો જેથી જરુરીયાત વાળા લોકો આવી સુંદર સેવા નો લાભ લઈ શકે.

આ સથે કુશલ દવે “નિશાન” ની એક ખુબ સરસ ગજલ પ્રસ્તુત કરુ છુ.

” જૂનાં સંબંધોના સરવાળાં કરવાં ગમે છે;
મને આમજ ગોટાળાં કરવાં ગમે છે.

શાંત છું છતાં અશાંતી અનુભવું છું એટ્લે;
સ્થિર પાણીમાં કુંડાળાં કરવાં ગમે છે.

સ્વાર્થ સાધે છે લોકો મારી પાસે એટ્લે;
મને ક્યાં કોઇને વેગળાં કરવાં ગમે છે.

રક્તદાન કરવાં રક્ત રે’તુજ નથી કારણ;
મને હવે લોહીનાં કોગળાં કરવાં ગમે છે.

પાણી તો સીધું જ વહે છે ને “નિશાન”?
તો કેમ બધાંને વોકળાં કરવા ગમે છે..!

-કુશલ “નિશાન” દવે.”

શબ્દોનો સાથિયો પૂરી બનાવી દઉં છું ગઝલ

શબ્દોનો સાથિયો પૂરી બનાવી દઉં છું ગઝલ.

તું જતી હોય ને ત્યાં કહું છું પલટ,

તું મારી પાસે આવે ત્યારે ધરી દઉં છું ગાલ તરત.

હું કરું છું તારા નામનું રટણ, તું મને આવી રીતે બતાવી જા ઝલક,દિલ બની જાય ઘાયલ તરત

તારું કરું છું આખો દિવસ સ્મરણ,

કેવી રીતે કરું મારા દિલનું મનન?

હું કયારનો થયો છું દીવાનો સનમ,

હવે એક વાર તું તારો નિર્ણય બદલ,

જેથી મારું જીવન બની જાય સરળ.

— Divyabhaskar.co.in

ભાવનગરમાં સ્થપાઈ છે અનોખી ગઝલ સ્કૂલ!

સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આ શહેરમાં ‘ભાવનગર સ્કૂલ ઓફ ગઝલ અને આનુષાંગિક અભિયાન’ની સ્થાપના દ્વારા ન ભૂલાય તેવું પ્રદાન થયું છે. ગઝલકાર ગુણવંત ઉપાઘ્યાય, દિલેર બાબુ, અરુણ દેશાણી, શશિકાંત ભટ્ટ ‘શૈશવ’, ડો. પથિક પરમાર, ડો.વિનોદ જોશી, ડો. રમણિક ભટ્ટી, પ્રો. પથિક પરમાર,પ્રા. મહેન્દ્ર અંધારિયા જેવા ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકારો અને શિક્ષણકારોએ હાથ ધરેલું અભિયાન સાકાર કર્યું છે.

નવ-નવ યુનિવર્સિટીઓ અત્યારે ગુજરાતમાં કાર્યરત છે ત્યારે આ ભગીરથ કાર્ય આ સર્જકોએ સ્વેરછાએ ઉપાડી લઇ એક નવો દાખલો બેસાડયો છે. અત્યારે ગુજરાતી ભાષામાં દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક અને વાર્ષિક વગેરે ૨૩૦૦ જેટલા સામયિકો પ્રકાશિત થઈ રહ્યાં છે, અને દિન-પ્રતિદિન એની સંખ્યા વધતી જ જાય છે. જેમાં આશરે ૧૫૦૦ કવિતાઓ દર મહિને પ્રકાશિત થાય છે.

આ પૈકી ૭૦૦ ગઝલો દર માસે પ્રકાશિત થાય છે, એટલે કે વષર્માં સરેરાશ ૮૪૦૦ ગઝલો પ્રકાશિત થાય છે. આવા સામયિકોને હંમેશા સારી ગઝલોનો અભાવ રહે છે. ૭૫ ટકા ગઝલો કોઇ ન કોઇ કમી અથવા ત્રુટીને કારણે પ્રકાશન યોગ્ય નથી હોતી. આનું કારણ એ જ છે કે એના કવિને પોતાની સહજ લેખન પ્રતિભાને સંપૂર્ણ રીતે વિકાસ કરવા માટે જરૂરી પ્રશિક્ષણ તથા યોગ્ય માર્ગદર્શન મળતું નથી.

પરદેશમાં ઘણી જગ્યાએ વિશ્વવિધાલયોમાં લેખનકળાનું શિક્ષણ અપાય તે માટે અલગ વિભાગ છે. તેમ જ અનેક વિધાલય ટપાલ દ્વારા પણ પ્રશિક્ષણ આપે છે. ભારતમાં હિન્દી ભાષામાં ‘કહાની લેખન મહાવિધાલય’ દ્વારા વાર્તા માટે પ્રશિક્ષણ અપાય છે પરંતુ ગુજરાતી ભાષામાં ‘સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ (ગુજરાતી ગઝલ વિધાપીઠ) આ પ્રકારની સર્વપ્રથમ અને એકમાત્ર સંસ્થા છે.’ જેને ટ્રસ્ટ નોંધણી સાથે કાયદેસરની માન્યતા મેળવી આ અકાદમિક કાર્યને સંપૂર્ણ ઓપ અપાઇ ચૂકયો છે.

‘સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ’(ગુજરાતી ગઝલ વિધાપીઠ)ના અઘ્યક્ષ ગુણવંત ઉપાઘ્યાયે જણાવ્યું કે,સાહિત્ય જગતમાં ગઝલકારોની વધતી જરૂરિયાતને ઘ્યાનમાં રાખીને આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જે દ્વારા ગઝલકાર બનવાની મહત્વાકાંક્ષા ધરાવતી વ્યકિતઓને ગઝલ લેખનનું પ્રાથમિક શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ શિક્ષણની સહાયતાથી નવોદિત ગઝલકાર ગુજરાતી સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં નામના, લોકચાહના અને આર્થિક લાભ પણ પ્રાપ્ત કરી શકશે.

સંસ્થા વિશે અને તેની શરૂઆત અને અભ્યાસક્રમ વિશેની માહિતી આપતા ગુણવંતભાઇએ જણાવ્યું કે,આ ગઝલ વિધાપીઠ માત્ર સ્થાનિક કે રાજયકક્ષાની જ નહી, પણ રાષ્ટ્રીયકક્ષાની, તદ્દન વિરલ પહેલી અકાદમી છે.એકવર્ષિય આ અભ્યાસક્રમ સંપન્ન થયા બાદ દેશ-વિદેશમાં પણ આ અભ્યાસક્રમનો પ્રારંભ કરીશું. આ ઉમદા કાર્ય ગુજરાતી ભાષાનું, ગુજરાતનું ગૌરવ બની રહેશે એવી શ્રદ્ધા પણ છે.

વર્ષ દરમિયાન અસલ ગઝલ ગાયકીના સ્થાનિક તથા બહારગામના કલાકારોના જાહેર કાર્યક્રમ માટે અનુદાન, ગઝલ તજજ્ઞ વિઝિટીંગ પ્રોફેસરના જાહેર કાર્યક્રમો પણ યોજીશું તેમ જ ઉર્દૂ, હિન્દી, સિંધી, મરાઠી, બંગાળી અને સંસ્કૃત ભાષામાં લખાતી ગઝલોનો પરિચય અને અભ્યાસકીય અભિગમ કેળવીશું.

પ્રથમ બેચમાં ૧૮ વષર્ના યુવાનથી માંડી ૬૦ વષ્ાર્ના વૃદ્ધ સહિતના પ૦ વિધાર્થીઓ ગુજરાતી ગઝલનું પદ્ધતિસરનું જ્ઞાન મેળવવા જોડાયા છે તેમને ગુણવત્તાના ધોરણે પ્રવેશ આપવામાં આવ્યો છે. અભ્યાસક્રમમાં પાંચેક જેટલા કવિઓના ગઝલ સંગ્રહ, ગઝલનું શાસ્ત્રીય બંધારણ, ઇતિહાસ, વિકાસ, નવા આયામો જેવી બાબતોને સાંકળી લેવામાં આવી છે.

શૈક્ષણિક ક્રમમાં પ્રારંભિક-ગઝલ પરિચય અને આસ્વાદ, ગઝલ શાસ્ત્રનો પ્રમાણિત અભ્યાસક્રમનું પ્રમાણપત્ર, સનદકક્ષાનો ડિપ્લોમા, પીજી અનુસ્નાતક કક્ષા અને સંશોધન રહેશે. આ કોર્ષ એક વર્ષનો રહેશે, જે જાન્યુઆરીથી જૂન અને જુલાઇથી ડિસેમ્બર એમ બે સત્રમાં વહેચવામાં આવ્યો છે.દર રવિવારે ગઝલનું શિક્ષણ આપવામાં આવે છે.

વર્ષના અંતે પરીક્ષામાં ચાર પેપર આવશે,જેમાં પ્રથમ પેપરમાં ગઝલનું સ્વરૂપ,બીજામાં ગઝલની વિકાસયાત્રા,ત્રીજામાં છંદશિક્ષણ અને ચોથામાં પ્રેકિટકલ આપવાનાં રહેશે. આ તમામ પેપર ૧૦૦ ગુણના રહેશે. પાઠયપુસ્તક તરીકે કોઇપણ એક કવિનો ગઝલ સંગ્રહ(૩૫થી ૪૦ ગઝલ),ગઝલ વિકાસ યાત્રાના પ્રતિનિધિ ગઝલકારોની ગઝલો(૪૦થી ૪૫ સંખ્યા), ૧૯૪૦થી ૧૯૫૫ દરમિયાનનો કોઇપણ લોકપ્રિય ગઝલ સંગ્રહ અને ૧૯૫૫થી ૧૯૮૦ દરમિયાન પ્રકાશિત થયેલા હોય તેવા કોઇપણ પ્રતિનિધિ ગઝલ સંગ્રહ લેવામાં આવ્યા છે. તજજ્ઞો તરીકે પથિક પરમાર, વિનોદ જોષી, મહેન્દ્રસિંહ પરમાર, ચીનુ મોદી જેવા અનેક કવિ-લેખકો-સાહિત્યકારો સેવા આપશે.

ગુણવંતભાઈને પૂછયું કે, ભાવનગરમાં સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ સ્થાપવાનો વિચાર કઇ રીતે આવ્યો, તો તેમણે જણાવ્યું કે આ વિચાર મને એકાદ વર્ષ પૂર્વે સ્ફુર્યો હતો,જે આજે આ સંસ્થાના રૂપે સાકાર થયો છે. કોઇ એક ક્ષણે ભાવનગર માટે કંઇક કરી છૂટવાનો વિચાર અને ત્યારબાદ ગુજરાતી ગઝલ અંગે એકેડમિક કાર્ય કરવાનો ઝબકારો થયો અને તેમાંથી જ ગઝલ વિશેની પદ્ધતિસરનું શિક્ષણ આપતી આ સંસ્થાનો ઉદય થયો છે.

આ સ્કૂલ શરૂ કરવા માટે મારા સાથી મિત્રો સહિતના અનેક લોકોએ ખૂબ સાથ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, ભાવનગર જેવા શહેરમાં તેમણે આ એક અઘરું મિશન હાથમાં લીધું છે. પરંતુ તેમને આશા છે કે,ભાવનગર કે ગુજરાતના જ નહિ પરંતુ વિશ્વના ગુજરાતી ગઝલપ્રેમીઓ અને સાહિત્યરસિકો તેમના અને તેમની ટીમના આ નવતર પ્રયોગને જરૂર વધાવશે.

ગુજરાતી ગઝલ અકાદમી માટે આગામી દિવસોમાં એક સુવિધાયુકત સંકુલ ભું કરવાનો કવિમિત્રોનો પ્રયાસ છે. જેમાં નકશા પ્રમાણે સભાખંડ, લાયબ્રેરી, વર્ગખંડ વગેરેનો સમાવેશ થાય છે. જૉ આ સંકુલનું નિર્માણ થશે તો તે પણ ગુજરાતી ગઝલ ક્ષેત્રે ભાવનગરનું અનોખું યોગદાન રહેશે.

– from divyabhaskar.co.in

અજાણ્યા શહેરમાં ATM કેવી રીતે શોધવું?

તમારી હાઈ-ફાઈ બનેલી લાઈફ-સ્ટાઈલમાં Bank ATM (Automatic Teller Machine) નો ઉપયોગ કરવો એ બહુ નાની અને સામાન્ય વાત બની ગઈ છે. તમે તમારા એરીયામાં રહેલા દરેક ATM થી તો વાકેફ હશો જ, પરંતુ ક્યારેક એવુ પણ બનતું હશે કે જ્યારે તમારે ઓફીસ કામકાજ કે અન્ય પ્રસંગે બહારગામ અથવા તો કોઈ અજાણ્યા શહેરમાં ગયા હો અને તમને Bank ATM ની જરૂર પડે તો તમારે ત્યારે બધાને પૂંછવું પડતુ હોય છે કે ભાઈ અહિયા નજીકમાં ATM ક્યાં છે. પણ હવેથી આપને કોઈને પૂચવાની જરૂર નહી પડે, બસ આ વેબસાઈટ પર પહોંચી જાવ અને તમારા શહેરની માહીતી તેમાં ભરો. એટલે એ શહેરના તમામ ATM ની માહીતી તેમાં હાજર. આ વેબસાઈટ પર દુનિયાના દરેક દેશના લાખો/કરોડો એટીએમની જાણકારી મુકવામાં આવેલ છે અને તે પણ અલગ-અલગ ભાષાઓમાં.

— from (guj-force.blogspot.com)

દુ:ખ જ નહી, દુખાવો પણ દૂર કરે છે શરાબ

શરાબનું સેવન માત્ર િદલ માટે જ નિહ પરંતુ હાડકાનાં સાંધા માટે પણ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન આર્થરાઈટીસના જોખમને પણ ઘટાડે છે. આ વાત એક નવા અભ્યાસના પરીણામે બહાર આવી. સ્વીડનમાં કેરોલિંસ્કા ઈસ્ટિટ્યૂટના અભ્યાસકર્તાઓને અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે આલ્કોહોલ શરીરમાં ઈનફ્લેશન અટકાવીને સાંધાના દુખાવામાં રાહત અપાવે છે.
રેડ વાઈનની માફક શરાબ પણ દિલના દુખાવામાં અક્સીર સાબિત થાય છે. અભ્યાસકર્તાઓ અનુસાર શરાબનું વ્યસન છોડનારાઓને સાંધાના દુખાવાની ફરીયાદ વધી જાય છે, જે શરાબના સેવનથી સમયાંતરે ઘટી જાય છે. અન્ય એક સમાચારપત્રમાં છપાયેલા રિપોર્ટ અનુસાર વ્યક્તિ એક અઠવાડિયામાં પાંચ કે તેનાથી વધારે વખત આલ્કોહોલનું સેવન કરે તો તે ફાયદાકારક સાબિત થાય છે. અભ્યાસકર્તા હેનરિક કોલબર્ગ અનુસાર તેમના પરીણામો એ શક્યતાઓ તરફ અંગૂલિનિર્દેશ કરે છે કે આલ્કોહોલ સાંધાના દુખાવા સામે રક્ષણ કરે છે.
સ્વીડિશ ટીમે આ પરીણામ સુધી પહોંચતા પહેલા બે મુખ્ય અભ્યાસકર્તાઓના પરીણામોનો અભ્યાસ કર્યો. જેમાં સ્કેડિનેવિયાના 2,750 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો અને તેમના પર સાંધાના દુખાવાના પર્યાવરણીય અને જેનેટીક જોખમો અંગે અભ્યાસ કરવામાં આવ્યો. પરીણામ સ્વરૂપ બહાર આવ્યું કે જે લોકો નિયમિત રીતે આલ્કોહોલનું સેવન કરે છે તેમને સાંધાના દુખાવાની ફરીયાદ ઓછી રહે છે.
જે લોકો દર અઠવાડિયે 5 વખત ડ્રિંક્સ લે છે તેમને આ બિમારીનું જોખમ 40 થી 50 ટકા ઘટી જાય છે. નોર્થ યૂરોપિયન દેશોના પુરુષો અને મહિલાઓમાં આ અસર સમાનરૂપે જોવા મળી. શરાબ છોડી દેનારાઓમાં જ્યાં આ રોગનું જોખમ થોડું વધી જાય છે, ત્યાં બીજી તરફ અઠવાડિયામાં 5 વખત શરાબનું સેવન કરનારાઓમાં આ રોગનું જોખમ ઘટી જતું જોવા મળ્યું.
Article  Courtesy : Divyabhaskar.co.in

 

ગેસમાં ૫૦, પેટ્રોલમાં ૫, ડીઝલમાં ૩ રૂ.નો વધારો

બુધવાર મઘ્યરાતથી પેટ્રોલમાં લિટરે રૂપિયા પાંચ, ડીઝલમાં રૂ. ત્રણ અને રાંધણગેસ (એલપીજી)ના બાટલા પર રૂ. ૫૦નો વધારો થઇ ગયો છે. આમ હવે રાજયમાં પ્ોટ્રોલના સરેરાશ રૂ. ૫૪થી વધુ અને ડીઝલમાં રૂ. ૪૦ તેમજ સૌથી વધુ અસર રાંધણગેસના ખર્ચ પર પડશે. જેમાં ગ્રાહકે બાટલાદીઠ રૂ. ૩૬૦ ચૂકવવા પડશે.

ભાજપ-ડાબેરીઓ સહિત લગભગ તમામ રાજકીય પક્ષોનો પ્રબળ વિરોધ છતાં કેન્દ્રની યુપીએ સરકારે તેલકંપનીઓને મોટા નુકસાનમાંથી ઉગારવા માટે છેવટે બુધવારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન મનમોહનસિંહના વડપણ હેઠળ રાજકીય બાબતોની મળેલી બેઠકમાં પેટ્રોપેદાશોમાં વધારાનો નિણર્ય લેવાયો હતો. જૉકે આ ભાવવધારો કરવા માટે અંતિમ નિષ્કર્ષ પર પહોંચવા સમિતિને બે કલાક લાગ્યા હતા. અંતે પેટ્રોલિયમમંત્રી મુરલી દેવરાએ આ ભાવવધારાની જાહેરાત કરી હતી. મુરલી દેવરાએ પત્રકાર પરિષદ બોલાવી આ જાહેરાત કરી ત્યારે પણ ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું અને એક તબક્કે તો દેવરાને શાળામાં બાળકોને શિક્ષકો મોઢાં પર આંગળી મૂકી ચૂપ રહેવાની ચેતવણી આપે છે તેવી રીતે લોકોને ચૂપ રહેવાની સૂચના આપવી પડી હતી.

આંતરરાષ્ટ્રીયસ્તરે ક્રૂડના ભાવો પ્રતિ ડોલરે ૧૩૫ ડોલર પહોંચી જતાં કેન્દ્ર સરકાર આ ચૂંટણી વર્ષમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજીમાં ભાવવધારો કરતા ખચકાઇ રહી હતી. પરંતુ તેલકંપનીઓનું નુકસાન માત્ર ચાર જ મહિનામાં ૧,૮૦,૦૦૦ કરોડથી વધીને ૨,૪૬,૦૦૦ કરોડ થઇ જતાં કેન્દ્રને નાછૂટકે પેટ્રો પેદાશોમાં બુધવારે વધારો કરવો પડયો હતો. નોંધનીય છે કે તેલકંપનીઓને માર્ચ ૨૦૦૮માં અંદાજિત રૂ. ૧,૮૦,૦૦૦ કરોડ નુકસાન થયું હતું જે વધીને જૂન ૨૦૦૮માં રૂ. ૨,૪૬૦૦૦ કરોડ થઇ ગયું છે.

આ ભાવવધારો વાજબી હોવાનું કારણ આપતા મુરલી દેવરાએ જણાવ્યું હતું કે અલબત્ત આ ભાવવધારાનો તીવ્ર વિરોધ જૉવા મળ્યો છે. ભાજપે યુપીએ સરકાર પર આર્થિક ત્રાસવાદ ફેલાવવાનો આક્ષેપ મૂકયો છે તો ડાબેરીઓએ દેશવ્યાપી આંદોલનની ચેતવણી ઉરચારી છે. છેલ્લે ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલ-ડીઝલમાં લિટરે અનુક્રમે રૂ. ૪ અને રૂ. બેનો વધારો થયો હતો.

— Divyabhaskar